Paneer Makhni

      No Comments on Paneer Makhni

સામગ્રી

-200 ગ્રામ પનીર
-4 ચમચા તેવલ
-4 લવિંગ
-2 ઈંચ તજનો ટુકડો
-7-8 કળી લસણ છુંદેલુ
-1 1/2 ઈંચ આદુના ટુકડાનું છીણ
-2 લીલા મરચા સમારેલા
-3 કપ ટામેટાની પ્યુરી
-મીઠુ સ્વાદ મુજબ
-1 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
-3 ચમચા સમારેલી કોથમીર
-1 ચમચી ગરમ મસાલો
-1 ચમચી કસુરી મેથી
-2 ચમચા મધ
-1/4 કપ દૂધ

રીત

એક પેનમાં ટામેટાની પ્યુરી અને મીઠું મિક્સ કરો અને ગેસ પર ઉકળવા મૂકો. પ્યુરીનું થોડુ પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી લો. પનીરની બે પાતળી સ્લાઈસ કરી લો. એક પેનમાં થોડુ તેલ ગરમ કરો તેમાં પનીરની સ્લાઈસ મૂકીને ગ્રીલ્ડ કરો. તેમાં મીઠું અને લાલ મરચુ ઉમેરો. પનીરની સ્લાઈસને બન્ને બાજુ ગોલ્ડન થાય તે રીતે ગ્રીલ્ડ કરી લો. બીજા પેનમાં 2 ચમચા તેલ ગરમ કરો. તેમાં લીલી એલચી, તજ, આદું અને લસણ ઉમેરીને સાંતળો. પછી તેમાં લીલા મરચાં ઉમેરો અને થોડીવાર પકાવો. તેમાં ઉકાળેલી ટામેટાની પ્યુરી મિક્સ કરો પછી તેમાં કોથમીર, મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી અને મધ મિક્સ કરીને 3-4 મિનિટ પકાવો. પછી તેમાં ગ્રિલ્ડ પનીરના ટુકડા મિક્સ કરો અને 2 મિનિટ પકાવો. પછી ગેસ બંધ કરી દો. સબ્જીને સર્વ કરતાં પહેલા જ તેમાં દૂધ મિક્સ કરો અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *